nikipedia


ટાંકું
23 August, 2009, 7:54 pm
Filed under: ઉખાણાં | Tags: , , ,

ઢમઢોલ માંહે પોલ, ઉપર છત્તરછાયા;

મારો ઉખાણો કહે તેને આપું સોનાના પાયા.

ઉત્તર – ટાંકું

જુના જમાનામાં અડાલજની વાવ જેવા પાણીનાં ટાંકા રહેતા જેના પર છત્રીઓ બાંધવામાં આવતી અને ક્યારેક એ ઓટલા બેઠ્કો રહેતી તો ક્યારેક પંખીઓને ચણ નાંખવાના ચબુતરામાં ફેરવી નંખાતી.



ચોખંડી નગરી ચાર દરવાજા
ચોપાટ
ચોપાટ

ચોખંડી નગરી ચાર દરવાજા,

સોળ રાજા ને સાત સિપાઈ;

તેનો જવાબ, કહો તમે મહારાજા.

ઉત્તર – બાજી, સોગઠાં અને કોડીઓ.



આંખો
23 August, 2009, 7:30 pm
Filed under: ઉખાણાં | Tags: , , , ,
આંખો

આંખો

કમળ પર બે કમળ, કમળ છે સજળ;

સજળ વળી વિકળ, હરિ કળા અકળ.

ઉત્તર – આંખો 



ડુંગળી
23 August, 2009, 6:58 pm
Filed under: ઉખાણાં | Tags: , , , ,
ડુંગળી

ડુંગળી

આટ્લા સરખા ગોરધનદાસ,

લૂગડાં પહેરે પાંચપચાસ.

ઉત્તર -  ડુંગળી



બે ચીજો
23 August, 2009, 6:15 pm
Filed under: અદકપાંસળી | Tags: , , ,

yuf ctsw aem Au lu yuf ctsw Jtkm¤e Au,

yu bthtu Jtkf fu buk cuW aeòu mtkC¤e Au!

yrlj atJzt



હીરાજડિત દાબડી
8 August, 2009, 3:45 pm
Filed under: ઉખાણાં
હીરાજડિત દાબડી

હીરાજડિત દાબડી

આટ્લી દાબડી, હીરે જડી,

દિવસે ખોવાઈ ને રાતે જડી.

ઉત્તરઃ તારા મઢેલું આકાશ



પડ્છાયો
8 August, 2009, 3:37 pm
Filed under: ઉખાણાં

 

 

આમ જાઉં, તેમ જાઉં, જ્યાં જાઓ ત્યાં સાથે થાઉં.

નાનો થાઉં, મોટો થાઉં, ઉંઘી જાઓ તો સંતાઈ જાઉં.

ઉત્તરઃ 

પડ્છાયો

 



ઉખાણા
8 August, 2009, 2:57 pm
Filed under: ઉખાણાં
ઉખાણા/Kalam

ઉખાણા/Kalam

ખેડૂ ખેતર ખૂબ, ખાજ પણ ખાતી જાઉં,

થાઉં કદી ખુશ-ખિન્ન, કદી મનમાં મલકાઉં;

હાંકનાર જન હોય, તોય હું નહિ વ્રૂષભ હળ,

ખેડુ થાકી જાય, તો ય મને નહિ પડે બળ;

કદી કાપી-છેદી દુઃખ દીએ, પણ અવગૂણ નહિ દિલે ધરું;

સાંખું સંકટ હું સર્વદા, પણ આજ્ઞાને અનુસરું.

ઉત્તરઃ કલમ



ચૌદ વરસની ચારણ-કન્યા

 

chaaran girl by UrvishJ.

 

સાવજ ગરજે !

ગીરકાંઠાનો કેસરી ગરજે

ઐરાવતકુળનો અરિ ગરજે

કડ્યપાતળિયો જોદ્ધો ગરજે

મોં ફાડી માતેલો ગરજે

જાણે કો’ જોગંદર ગરજે

નાનો એવો સમદર ગરજે!

ક્યાં ક્યાં ગરજે?

બાવળનાં જાળાંમાં ગરજે

ડુંગરના ગાળામાં ગરજે

કણબીના ખેતરમાં ગરજે

ગામ તણા પાદરમાં ગરજે

નદીઓની ભેખડમાં ગરજે

ગિરિઓની ગોહરમાં ગરજે

ઊગમણો આથમણો ગરજે

ઓરો ને આઘેરો ગરજે

થર થર કાંપે !

વાડામાં વાછડલાં કાંપે

કૂબામાં બાળકડાં કાંપે

મધરાતે પંખીડા કાંપે

ઝાડ તણાં પાંદડલા કાંપે

પહાડોના પત્થર પણ કાંપે

સરિતાઓનાં જળ પણ કાંપે

સૂતાં ને જાગંતા કાંપે

જડ ને ચેતન સૌએ કાંપે

આંખ ઝબૂકે ! કેવી એની આંખ ઝબૂકે !

વાદળમાંથી વીજ ઝબૂકે

જોટે ઉગી બીજ ઝબૂકે

જાણે બે અંગાર ઝબૂકે

હીરાનાં શણગાર ઝબૂકે

જોગંદરની ઝાળ ઝબૂકે

વીર તણી ઝંઝાળ ઝબૂકે

ટમટમતી બે જ્યોત ઝબૂકે

સામે ઊભું મોત ઝબૂકે

જડબાં ફાડે !

ડુંગર જાણે ડાચાં ફાડે !

જોગી જાણે ગુફા ઊઘાડે !

જમરાજાનું દ્વાર ઊઘાડે !

પ્રુથ્વીનું પાતાળ ઊઘાડે !

બરછી સરખા દાંત બતાવે

લસ ! લસ ! કરતી જીભ ઝુલાવે.

બ્હાદર ઊઠે !

બડંકદાર બિરાદર ઊઠે

ફરસી લેતો ચારણ ઊઠે

ખડગ ખેંચતો આહીર ઊઠે

બરછી ભાલે કાઠી ઊઠે

ઘર ઘરમાંથી માટી ઊઠે

ગોબો હાથ રબારી ઊઠે

સોટો લઈ ઘરનારી ઊઠે

ગાય તણા રખવાળો ઊઠે

દૂધમલા ગોવાળો ઊઠે

મૂછે વળ દેનારા ઊઠે

ખોંખારો ખાનારા ઊઠે

માનું દૂધ પીનારા ઊઠે

જાણે આભ મિનારા ઊઠે

ઊભો રે’જે !

ત્રાડ પડી કે ઊભો રે’જે !

ગીરના કુત્તા ઊભો રે’જે !

કાયર દુત્તા ઊભો રે’જે !

પેટભરા ! તું ઊભો રે’જે !

ભૂખમરા ! તું ઊભો રે’જે !

ચોર – લૂંટારા ઊભો રે’જે !

ગા-ગોઝારા ઊભો રે’જે !

ચારણ-કન્યા !

ચૌદ વરસની ચારણ-કન્યા

ચૂંદડિયાળી ચારણ-કન્યા

શ્વેતસુંવાળી ચારણ-કન્યા

બાળી ભોળી ચારણ-કન્યા

લાલ હીંગોળી ચારણ-કન્યા

ઝાડ ચડંતી ચારણ-કન્યા

પહાડ ઘુમંતી ચારણ-કન્યા

જોબનવંતી ચારણ-કન્યા

આગ-ઝરંતી ચારણ્-કન્યા

નેસ્-નિવાસી ચારણ-કન્યા

જગ્દમ્બા-શી ચારણ-કન્યા

ડાંગ ઉઠાવે ચારણ-કન્યા

ત્રાડ ગજાવે ચારણ-કન્યા

હાથ હિલોળી ચારણ-કન્યા

પાછળ દોડી ચારણ-કન્યા

ભયથી ભાગ્યો !

સિંહણ તારો ભડવીર ભાગ્યો

રણ મેલીને કાયર ભાગ્યો

ડુંગરનો રમનારો ભાગ્યો

હાથીનો હણનારો ભાગ્યો

જોગીનાથ જટાળો ભાગ્યો

મોટો વીર મૂછાળો ભાગ્યો

નર થઈ તું નારીથી ભાગ્યો

નાનકડી છોડીથી ભાગ્યો !

ઝવેરચંદ મેઘાણી



ગુજરાતી

વાત મારી જેને સમજાતી નથી,

એ ગમે તે હોય  ગુજરાતી નથી.

       -  ખલીલ ધનતેજવી