nikipedia


આકડો
5 January, 2010, 5:44 pm
Filed under: ઉખાણાં | Tags: , , ,
Calotropis procera by dinesh_valke.

આકડો

પુષ્પ વસે મુજ વ્રુક્ષ, કુ-વાટે પણ હું છાજું,

વસું સર્વ સ્થળ વિષે, બાગમાં પણ ન બિરાજું;

પુષ્પ ચડે મુજ દેવ, હનુમંત-શિષ વિરાજે,

વ્રુક્ષ વિષે છે દૂધ, ક્ષુધા કોની નવ ભાંજે;

ત્રણ અક્ષ્રરનો નર જાણશો, રોગ પત્રથી જાય છે;

વાટે ઘાટે ને દશ દિશે, મુજ જાતિ બહુ થાય છે.

ઉત્તર - આકડો

(હનુમંત - હનુમાન, ક્ષુધા - ભૂખ , ભાંજે - ભાંગે, પત્ર - પાંદડા)



ટાઢ

La Frileuse / Winter by Jean-Antoine Houdon by peterjr1961.

કોઇ કહે તાવ, તેથી જો ધ્રૂજે તનડું,

શકે વળગી કો ભૂત, તેથી જો ભમતું મનડું;

થયો કંપવા કહે, ડિલ તેથી થરથરતું,

બત્રીસી કડ્કડે, શિર પણ સ્થિર ન ઠરતું;

કો કો તો જાદુગર કહે, ફક ફક વરાળ મુખ ધસે;

એ રોગ જાય પણ પલક્માં, કહો એ કૌતક શું હશે?

ઉત્તર -  ટાઢ

Winter by Jean- Antoine Houdon

 



વરસાદ

Cloudy... by Kah27.

ઝંખું હું નિશદિન, મિત્ર તુજ મળવા માટે,

સુકાયું મુજ શરીર, તુજ વિયોગ ઉચાટે;

દિન ગણંતાં માસ, વીત્યા પણ તું નહિ આવ્યો,

મુજ જાતિમાં તેં જ, અતિશય શોક કરાવ્યો;

વળી ઝાડ પાન સૌ વનસ્પતિ, તુજ વિયોગે બહુ બળે;

તું આવ પ્રેમી ઉતાવળો, તો હૈયે મુજ ટાઢક વળે.

ઉત્તર - વરસાદ




Follow

Get every new post delivered to your Inbox.