nikipedia


ગુજરાતી
21 ફેબ્રુવારી, 2009, 6:53 પી એમ(pm)
Filed under: અદકપાંસળી | ટૅગ્સ: , , ,

વાત મારી જેને સમજાતી નથી,

એ ગમે તે હોય  ગુજરાતી નથી.

       –  ખલીલ ધનતેજવી

Advertisements


મૃત્યુ
12 ફેબ્રુવારી, 2009, 3:42 પી એમ(pm)
Filed under: અદકપાંસળી | ટૅગ્સ: , , , ,

કોઈકે મને કહયુંઃ

“તમારા મિત્ર મફત ઓઝા આજે,

એકાએક મૃત્યુ પામ્યા છે.’

હું કેવી રીતે માની શકું?

હમણાં

અમારાં પડછાયા

માણેકચોકમાં

ધોળી ટોપી રાજારામનું પાણી પીને

છુટા પડ્યા છે

એમના ગયા પછી

મેં

એક માત્ર છીંક ખાધી છે

એટ્લી તો મને ખબર છે

ઝાઝા માણસો જોતાં એમને ઍટેક આવે છે

ક્યારેક

એમનામાં ડાયાબિટીસનાં ચિહ્નો ડોકાયાં છે

ને

ક્યારેક  ક્યારેક

I Love You

ની ફિટ આવી ગઈ છે

છતાં

એમનું અવસાન નહોતું થયું

તમારી વાત સાચી હોય તો –

એમની ટ્ચલી આંગળીનો નખ કપાયો હશેગાંધીનું ક્રૂસીફિક્શન

 

 

 

gandhi

 

ઈશુને વધસ્તંભ પર ખીલા જડી દીધાનું

ક્રુસીફિક્શનનું વર્ણન પૂરૂં થયું કે હું

બાઈબલ બંધ કરી દઉં છું!

ક્રાઈસ્ટે આપેલું પ્રેમની પરિપૂર્ણતાનું વસ્ત્ર ઓઢીને

સાંજની ઉદાસ બારી પાસે બેઠેલી મૅરી મૅગ્દ્લૅનને

આકાશનાં ગ્લાસમાં મીણબત્તી પેટાવતી હું આજેય

કલ્પ્યાં કરુ છું!

આ જ આંગળીઓથી મેરીએ ક્રાઈસ્ટ્નાં ચરણ

સુગંધી પ્રવાહીથી ધોયાં હતાં

પોતાનાં કેશથી લૂછી હતી ઈશુની ઝરણાં જેવી

પાનીઓને

ખીલા ઠોકાય એ પહેલાં એણે ઈશુનાં કપાળને

મલમ લગાડતાં

સ્પૃશી લીધું હતું આકાશને એની આંગળીઓથી ! …

તને —

વારાંગનાને – ઈશુએ એવું શ્રધ્ધાવચન આપ્યું હતું, મૅરી? – કે

જ્યારે કોઇ મારો “શુભસંદેશ” વાંચશે ત્યારે

હું આકાશનાં ગ્લાસમાં મીણબત્તી થઈને પ્રજ્વલ્યા કરીશ – ?

આ વિષાદનાં કેન્દ્ર પર રોજ સાંજે પાછી ફરતી

પૃથ્વીને

અને મીણબત્તી પેટાવતી તને હં કેમ ભૂલી શકતો નથી?

મને તારા અને જેરુસલેમનાં સોગંદ, મૅરી મૅગ્દ્લૅન!

હું સહસ્ત્ર વર્ષોથી કેમ ભૂલી શકતો નથી, ક્રાઈસ્ટનાં

ક્રુસીફિક્શનને?

લોહીથી ખરડાયેલો ગાંધીજીનો દેહ

ક્રુસ પરથી ઢોળાતાં ઈશૂનાં દેહ જેવો ટોપોવ્સ્કીએ

ચીતર્યો છે!

લોહીથી ખરડાયેલાં, ક્રાઈસ્ટ અને ગાંધીજી

વચ્ચે

મીરાંબહેન

કઈ રીતે ઊભાં રહ્યાં હશે પહેલી અને

વીસમી શતાબ્દી વચ્ચે –?

અર્ધાં ખ્રિસ્તી, અર્ધાં હિન્દુ – રક્તની નદી જેવાં

નારી શરીરથી?

અર્ધાં મૅડ્લીન સ્લેડ, અર્ધાં ગાંધીજીનાં અંતેવાસી

“મીરાંબહેન” સ્લેડ…!

ક્રાઈસ્ટ ગાંધીજી થયાં હોય તો મૅરી મૅગ્દલૅન

મીરાંબહેન નહિ હોય?

ક્રુસીફિક્શનની સંવેદનાથી પૂર્ણ પરિશુધ્ધ નહિ

થયાં હોય એ આ જન્મે?

પણ હું મને કે મારાં દેશવાસીઓને ક્યારેય

માફ નહિં કરું —

વૃધ્ધ ઊંમરે તમને ભારત છોડી વિયેના ચાલી

જવા દેવા માટે!

તમે કેટલાં ભારે હ્ર્દયે વિદાય લીધી હશે ગાંધી

વગરનાં ભારતની?

પૃથ્વીની ભૂગોળ પર ફરતું ફરતું જ્યારે

દિલ્હી આવતું હશે ત્યારે

તમારી આંખોમાં આંસુનાં ટીપાં અધ્ધર લટકતાં હશે —

ન ટકી શકવાની ગમગીનીમાં ને ન ટકી શકવાનાં

વિષાદમાં . . .

બાકી અમે તો, મીરાંબહેન! ગાંધીને અને રક્તનાં

ડાઘવાળી માતૃભૂમિને

ભૂલી ગયાં છીએ . . . જાણે અભિશાપમાં આખી

પ્રજાનો

સ્મૃતિનાશ થયો હોય એમ . . . !

ક્યારેક વિયેના આવીશ તો ગાંધીની

શાશ્વત છબી જોઇશ તમારાં નેત્રોમાં —

મને કોણે કવિસોગન્ધ આપ્યાં છે આ વિશ્વની

સંવેદનાનાં દર ક્ષણે?

— કે રક્તનાં ટીપાં ટપકે છે મારી છાતીમાંથી

ગાંધીનાં ક્રૂસીફિક્શનનાં? !સમરકંદ – બૂખારા
12 ફેબ્રુવારી, 2009, 12:51 પી એમ(pm)
Filed under: વસંત | ટૅગ્સ: , , , ,

મંઝિલનો રાહ લીધો સહારા મળી ગયા,

મેં આદરી સફર ને કિનારા મળી ગયા.

જીવનનો પંથ એકલા કાપી નહીં શકત,

એ રાહ પર કંઈક જનારા મળી ગયા

દ્રષ્ટિના ફેરથી બધાં દ્ર્ષ્યો ફરી ગયાં,

જ્યાં જયાં નજર ઠરી ત્યાં નઝારા મળી ગયાં.

એળે ગઈ નથી કદી રસમસ્તીની સુરા,

પાનાર જ્યાં હતાં ત્યાં પીનારા મળી ગયા.

શાયરને સાંપડ્યા નથી દીદાર દિલ તણા,

માશૂકને સમરકંદ – બૂખારા મળી ગયા.ચિંતા
12 ફેબ્રુવારી, 2009, 12:39 પી એમ(pm)
Filed under: અદકપાંસળી | ટૅગ્સ: , , ,

બૅંક તમારી પાસે ૧૦૦૦ રૂ. માંગતી હોય તો – એ તમારી ચિંતા છે,

પણ જો બૅંક તમારી પાસે ૧,૦૦,૦૦૦ રૂ. માંગતી હોય તો એ એની ચિંતા છે . . .!! ;))ચાંદની
12 ફેબ્રુવારી, 2009, 12:33 પી એમ(pm)
Filed under: વસંત | ટૅગ્સ:

પગની હો મૃદુ ઠેકે, ડામર ડમરો થઈ મહેંકે,

તરુઓ ઊંચી ડોકે ભાળે ઊડતો સાળુછેડો,

ડાળીએ તિમિર ડોકિયું કરી તાકતું તારો કેડો.

વન બની મહેમાન શું આવ્યું? નગર એનું એ કે?

રુપને તારા નીરખી થઈ આભની આંખો ઝાંખી;

વાદળી ધોળી વાટ પાડે નિજ તરસી નજર નાંખી

નભની સોડે ઉર ધરાનું એય…કપૂરે બહેકે!

અંહી નહીં કૈલાસ, નહીં શિવ,

ગંગની ધારા શાની?

અહીં બધે તો જમની વાડી

અમૃતઝારી ક્યાંથી?ી

ઈંટ-માટીને આંગણે રંભારૂપ – શી હવે લ્હેકે!ભૂલ
12 ફેબ્રુવારી, 2009, 12:18 પી એમ(pm)
Filed under: વસંત | ટૅગ્સ: , , , ,

Free Download Hindi, malayaly girl video, hindi sex films, kerala sex video download, download tamil song, download hindi latest songs, download new malayalam songs, download india albums,  asha_parekh2, Download Hindi dvd, movie, music, film & mp3 , download Tamil tamil sex, telugu - masala , mp3 ,online ,download dvd films telugu,  latest hindi song, old hindi song,,watch  hindi movie, download

અંબોડે ગૂંથી કળી ચંપાની એક્,

જરા ચૂમી ત્યાં જાસૂદનું ફૂલ,

બેઉ આ હથેળીમાં હસતું કમળ.

ક્યાંક વાસંતી વાયરાની ભૂલ.