nikipedia


ગાંધીનું ક્રૂસીફિક્શન

 

 

 

gandhi

 

ઈશુને વધસ્તંભ પર ખીલા જડી દીધાનું

ક્રુસીફિક્શનનું વર્ણન પૂરૂં થયું કે હું

બાઈબલ બંધ કરી દઉં છું!

ક્રાઈસ્ટે આપેલું પ્રેમની પરિપૂર્ણતાનું વસ્ત્ર ઓઢીને

સાંજની ઉદાસ બારી પાસે બેઠેલી મૅરી મૅગ્દ્લૅનને

આકાશનાં ગ્લાસમાં મીણબત્તી પેટાવતી હું આજેય

કલ્પ્યાં કરુ છું!

આ જ આંગળીઓથી મેરીએ ક્રાઈસ્ટ્નાં ચરણ

સુગંધી પ્રવાહીથી ધોયાં હતાં

પોતાનાં કેશથી લૂછી હતી ઈશુની ઝરણાં જેવી

પાનીઓને

ખીલા ઠોકાય એ પહેલાં એણે ઈશુનાં કપાળને

મલમ લગાડતાં

સ્પૃશી લીધું હતું આકાશને એની આંગળીઓથી ! …

તને —

વારાંગનાને – ઈશુએ એવું શ્રધ્ધાવચન આપ્યું હતું, મૅરી? – કે

જ્યારે કોઇ મારો “શુભસંદેશ” વાંચશે ત્યારે

હું આકાશનાં ગ્લાસમાં મીણબત્તી થઈને પ્રજ્વલ્યા કરીશ – ?

આ વિષાદનાં કેન્દ્ર પર રોજ સાંજે પાછી ફરતી

પૃથ્વીને

અને મીણબત્તી પેટાવતી તને હં કેમ ભૂલી શકતો નથી?

મને તારા અને જેરુસલેમનાં સોગંદ, મૅરી મૅગ્દ્લૅન!

હું સહસ્ત્ર વર્ષોથી કેમ ભૂલી શકતો નથી, ક્રાઈસ્ટનાં

ક્રુસીફિક્શનને?

લોહીથી ખરડાયેલો ગાંધીજીનો દેહ

ક્રુસ પરથી ઢોળાતાં ઈશૂનાં દેહ જેવો ટોપોવ્સ્કીએ

ચીતર્યો છે!

લોહીથી ખરડાયેલાં, ક્રાઈસ્ટ અને ગાંધીજી

વચ્ચે

મીરાંબહેન

કઈ રીતે ઊભાં રહ્યાં હશે પહેલી અને

વીસમી શતાબ્દી વચ્ચે –?

અર્ધાં ખ્રિસ્તી, અર્ધાં હિન્દુ – રક્તની નદી જેવાં

નારી શરીરથી?

અર્ધાં મૅડ્લીન સ્લેડ, અર્ધાં ગાંધીજીનાં અંતેવાસી

“મીરાંબહેન” સ્લેડ…!

ક્રાઈસ્ટ ગાંધીજી થયાં હોય તો મૅરી મૅગ્દલૅન

મીરાંબહેન નહિ હોય?

ક્રુસીફિક્શનની સંવેદનાથી પૂર્ણ પરિશુધ્ધ નહિ

થયાં હોય એ આ જન્મે?

પણ હું મને કે મારાં દેશવાસીઓને ક્યારેય

માફ નહિં કરું —

વૃધ્ધ ઊંમરે તમને ભારત છોડી વિયેના ચાલી

જવા દેવા માટે!

તમે કેટલાં ભારે હ્ર્દયે વિદાય લીધી હશે ગાંધી

વગરનાં ભારતની?

પૃથ્વીની ભૂગોળ પર ફરતું ફરતું જ્યારે

દિલ્હી આવતું હશે ત્યારે

તમારી આંખોમાં આંસુનાં ટીપાં અધ્ધર લટકતાં હશે —

ન ટકી શકવાની ગમગીનીમાં ને ન ટકી શકવાનાં

વિષાદમાં . . .

બાકી અમે તો, મીરાંબહેન! ગાંધીને અને રક્તનાં

ડાઘવાળી માતૃભૂમિને

ભૂલી ગયાં છીએ . . . જાણે અભિશાપમાં આખી

પ્રજાનો

સ્મૃતિનાશ થયો હોય એમ . . . !

ક્યારેક વિયેના આવીશ તો ગાંધીની

શાશ્વત છબી જોઇશ તમારાં નેત્રોમાં —

મને કોણે કવિસોગન્ધ આપ્યાં છે આ વિશ્વની

સંવેદનાનાં દર ક્ષણે?

— કે રક્તનાં ટીપાં ટપકે છે મારી છાતીમાંથી

ગાંધીનાં ક્રૂસીફિક્શનનાં? !


1 ટીકા so far
Leave a comment

Awsome…. never thought anybody will write a poem abt “mira”… i have just published this on my site with link to your blog…i hope u wont mind…
Raj..

ટિપ્પણી by macwanraj
પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s%d bloggers like this: