nikipedia


ચૌદ વરસની ચારણ-કન્યા

 

chaaran girl by UrvishJ.

 

સાવજ ગરજે !

ગીરકાંઠાનો કેસરી ગરજે

ઐરાવતકુળનો અરિ ગરજે

કડ્યપાતળિયો જોદ્ધો ગરજે

મોં ફાડી માતેલો ગરજે

જાણે કો’ જોગંદર ગરજે

નાનો એવો સમદર ગરજે!

ક્યાં ક્યાં ગરજે?

બાવળનાં જાળાંમાં ગરજે

ડુંગરના ગાળામાં ગરજે

કણબીના ખેતરમાં ગરજે

ગામ તણા પાદરમાં ગરજે

નદીઓની ભેખડમાં ગરજે

ગિરિઓની ગોહરમાં ગરજે

ઊગમણો આથમણો ગરજે

ઓરો ને આઘેરો ગરજે

થર થર કાંપે !

વાડામાં વાછડલાં કાંપે

કૂબામાં બાળકડાં કાંપે

મધરાતે પંખીડા કાંપે

ઝાડ તણાં પાંદડલા કાંપે

પહાડોના પત્થર પણ કાંપે

સરિતાઓનાં જળ પણ કાંપે

સૂતાં ને જાગંતા કાંપે

જડ ને ચેતન સૌએ કાંપે

આંખ ઝબૂકે ! કેવી એની આંખ ઝબૂકે !

વાદળમાંથી વીજ ઝબૂકે

જોટે ઉગી બીજ ઝબૂકે

જાણે બે અંગાર ઝબૂકે

હીરાનાં શણગાર ઝબૂકે

જોગંદરની ઝાળ ઝબૂકે

વીર તણી ઝંઝાળ ઝબૂકે

ટમટમતી બે જ્યોત ઝબૂકે

સામે ઊભું મોત ઝબૂકે

જડબાં ફાડે !

ડુંગર જાણે ડાચાં ફાડે !

જોગી જાણે ગુફા ઊઘાડે !

જમરાજાનું દ્વાર ઊઘાડે !

પ્રુથ્વીનું પાતાળ ઊઘાડે !

બરછી સરખા દાંત બતાવે

લસ ! લસ ! કરતી જીભ ઝુલાવે.

બ્હાદર ઊઠે !

બડંકદાર બિરાદર ઊઠે

ફરસી લેતો ચારણ ઊઠે

ખડગ ખેંચતો આહીર ઊઠે

બરછી ભાલે કાઠી ઊઠે

ઘર ઘરમાંથી માટી ઊઠે

ગોબો હાથ રબારી ઊઠે

સોટો લઈ ઘરનારી ઊઠે

ગાય તણા રખવાળો ઊઠે

દૂધમલા ગોવાળો ઊઠે

મૂછે વળ દેનારા ઊઠે

ખોંખારો ખાનારા ઊઠે

માનું દૂધ પીનારા ઊઠે

જાણે આભ મિનારા ઊઠે

ઊભો રે’જે !

ત્રાડ પડી કે ઊભો રે’જે !

ગીરના કુત્તા ઊભો રે’જે !

કાયર દુત્તા ઊભો રે’જે !

પેટભરા ! તું ઊભો રે’જે !

ભૂખમરા ! તું ઊભો રે’જે !

ચોર – લૂંટારા ઊભો રે’જે !

ગા-ગોઝારા ઊભો રે’જે !

ચારણ-કન્યા !

ચૌદ વરસની ચારણ-કન્યા

ચૂંદડિયાળી ચારણ-કન્યા

શ્વેતસુંવાળી ચારણ-કન્યા

બાળી ભોળી ચારણ-કન્યા

લાલ હીંગોળી ચારણ-કન્યા

ઝાડ ચડંતી ચારણ-કન્યા

પહાડ ઘુમંતી ચારણ-કન્યા

જોબનવંતી ચારણ-કન્યા

આગ-ઝરંતી ચારણ્-કન્યા

નેસ્-નિવાસી ચારણ-કન્યા

જગ્દમ્બા-શી ચારણ-કન્યા

ડાંગ ઉઠાવે ચારણ-કન્યા

ત્રાડ ગજાવે ચારણ-કન્યા

હાથ હિલોળી ચારણ-કન્યા

પાછળ દોડી ચારણ-કન્યા

ભયથી ભાગ્યો !

સિંહણ તારો ભડવીર ભાગ્યો

રણ મેલીને કાયર ભાગ્યો

ડુંગરનો રમનારો ભાગ્યો

હાથીનો હણનારો ભાગ્યો

જોગીનાથ જટાળો ભાગ્યો

મોટો વીર મૂછાળો ભાગ્યો

નર થઈ તું નારીથી ભાગ્યો

નાનકડી છોડીથી ભાગ્યો !

ઝવેરચંદ મેઘાણી



બા
12 ફેબ્રુવારી, 2009, 12:03 પી એમ(pm)
Filed under: મીઠડી | ટૅગ્સ:

આવી જ એક ક્ષણ હોય, સામે અષાઢ ઘન હોય,

ફણગો ફૂટે અડકતાં જ, ભીનો ભીનો પવન હોય

જે તે ચણ્યું ગમે ના, કાચું પીમળતું વન હોય,

ઊગી જવાય વાડે, જો આ ક્ષણે વતન હોય

જામીય જાય મૂળિયાં, જો થોડું બાળપણ હોય,

સિમેન્ટમાં ઢંઢં છું, એકાદ મિટ્ટીકણ હોય

ઠરવા ચાહે છે આંખો, હરિયાળું ક્યાંક તૃણ હોય,

બોલાવે ઘેર સાંજે, બા ના સમું સ્વજન હોય.

ઉશનસ્



આકાશ
12 ફેબ્રુવારી, 2009, 11:39 એ એમ (am)
Filed under: મીઠડી

આકાશ માટે પક્ષી જોઇએ,

પક્ષી માટે વૃક્ષ જોઇએ,

વૃક્ષ માટે આંગણું જોઇએ,

આંગણાં માટે ઘર જોઇએ,

એક આંખમાં આનંદનું જળ જોઇએ,

બીજી આંખમાં સ્નેહનાં કણ જોઇએ,

બંને આંખોમાં આકાશ સહિત બધું જ સરખું જોઇએ.



આ છોકરીઓ ગજબની ચીજ છે !
16 જાન્યુઆરી, 2009, 7:52 પી એમ(pm)
Filed under: મીઠડી

આ છોકરીઓ ગજબની ચીજ છે !
છંછેડો એને તો સૂરજ છે કાળઝાળ
            આઘેથી જુઓ તો ઇદ છે !

આંખો જાણે કે એની હેલોજન લાઇટ,
            અને નજરો જાણે કે એની ચાકુ,

બુક્કાની બાંધીને સ્કૂટર ચલાવે જાણે
            ઘોડા પર ચંબલનો ડાકુ !

એક રીતે જુઓ તો સેલ્ફસ્ટાર્ટ આઇટમ
            ને એક રીતે જુઓ તો કીક છે !

ચહેરા પર ખીલ જોઇ અરીસાને ગાળ દે,
            ને વાળ એના ખરતાં તો રોતી,

અંદર-અંદરથી એવી ચોળાયા કરતી કે
            હું પેલા આવી તો ન્હોતી !

ચાલુ-બંધ ચાલુ-બંધ થાતી આ છોકરીઓ
            જાણે કોઇ ઇલેકટ્રીક સ્વીચ છે !

એની કોઇ બહેનપણી સાથે હું બોલું
            તો એને દિલ પડતાં ઉઝરડાં,

મારે તો શું ! હું તો હાંઇકે રાખું,
            વગર દોરીના ફેરવું ભમરડાં !

રહેવા દે ભઇલા, એ એમ નહિ માને,
            એને રાજી કરવાની એક રીત છે !

સાભાર   :   નિનાદ અધ્યારુ.



Chubby Cheeks
18 ઓગસ્ટ, 2008, 6:53 પી એમ(pm)
Filed under: મીઠડી

 

Bhagwan Krishna
Bhagwan Krishna

                                                           Chubby cheeks, dimpled chin.

                                                                Rosy lips, teeth within.

                                                                 Curly hair, very fair.

                                                             Eyes are blue, lovely too.

                                                            Teacher’s pet, is that you?

                                                                 Yes! Yes! Yes!

બોલો હવે ભગવાન શ્રીકૃઙષણ કે.જી.ના કલાસમાં જાય તો શું થાય?

                                                                   

 



लड्डू गोल, लड्डू गोल
12 જુલાઇ, 2008, 10:09 એ એમ (am)
Filed under: મીઠડી
laddoo

laddoo

आसमान में सूरज गोल, सुरज गोल

रात को चंदामामा गोल, चंदामामा गोल,

दादाजी का चश्मा गोल,

दादीजी की एनक गोल,

पप्पाजी का पैसा गोल,

मम्मिजी की रोटी गोल,

पूरव बोले,

लड्डू गोल, लड्डू गोल

फिर भैया बोले,

मैं भी गोल, तू भी गोल्

ये दुनिया सारी गोलमगोल ।



એક બિલાડી જાડી
12 જુલાઇ, 2008, 9:09 એ એમ (am)
Filed under: મીઠડી
એક બિલાડી જાડી

એક બિલાડી જાડી

એક બિલાડી જાડી, એણે પહેરી સાડી

સાડી પહેરી ફરવા ગઈ,

તળાવમાં એ તરવા ગઈ,

તળાવમાં તો મઘર,

બિલ્લીને આવ્યા ચક્ક્રર,

સાડી છેડો છૂટી ગયો,

મઘર બિલ્લીને ખાઈ ગયો.



અડકો દડકો
12 જુલાઇ, 2008, 8:36 એ એમ (am)
Filed under: મીઠડી

પિલુ

અડકો દડકો દહીં દડુકો,

શ્રાવણ ગાજે પિલુ પાકે,

ઊલ મૂલ ધંતૂરાનું ફૂલ,

સાકર, શેરડી, ખજૂર,

ખજૂરે ખજૂરે આમ છે,

પીતાંબર પગલાં પાડે છે,

રાજિયો, ભોજિયો,

ટેલડીનો ટચાકિયો.